દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) માં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દ્વારકામાં વહેલી સવારથી જ માહોલ વરસાદી રહ્યો છે. શુક્રવારે દિવસે પણ ધોધમાર વરસાદ વરસવાને લઈ સ્થાનિક જનજીવન પ્રભાવિત થયુ હતુ. ભારે વરસાદને લઈ દ્વારકા શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. નિચાણ વાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. વરસાદી પાણી રસ્તાઓ પર ભરાઈ જવાને લઈ અનેક વાહનો પણ બંધ પડી ગયા હતા. દ્વારકામાં ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયુ હતુ.