Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તોફાની વાવાઝોડુ બિપરજોયના કારણે ગુજરાત સહિત અનેક દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. બિપરજોય આજે સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. બિપરજોય અરબી સમુદ્રમાં સૌથી લાંબા સમય સુધી રહેનારુ વાવાઝોડુ બનવા જઈ રહ્યું છે. તે 6 જૂને અરબી સમુદ્ર પર રચાયું હતું અને તે લગભગ આઠ દિવસથી બની રહ્યુ છે. બીજી તરફ લેન્ડફોલ કરતી વખતે પણ તે થોડા વધુ દિવસો સુધી અસરકારક રહેશે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડેટા પ્રમાણે 'બિપરજોય' 1965 પછી જૂનમાં પશ્ચિમી રાજ્યમાં ત્રાટકેલું ત્રીજું વાવાઝોડુ છે. અગાઉ ગુજરાતમાંથી માત્ર બે જ તીવ્ર વાવાઝોડા પસાર થયા હતા. 1996માં પ્રથમ અને 1998માં બીજુ. તમને જણાવી દઈએ કે 1998નું વાવાઝોડુ 'અત્યંત ગંભીર' હતું અને 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે પોરબંદરના દરિયાકાંઠે અથડાયું હતું. જેમાં 1,176 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ