પીરાણામાં આવેલો કચરાનો ડુંગર હવે અઢી વર્ષમાં લગભગ નામશેષ થઇ જશે. દોઢ વર્ષમાં જ કુલ એક કરોડ ટન કચરાનો નિકાલ કરી કચરાના ડુંગરને નાબૂદ કરી દેવાશે. જેને કારણે પ્રદૂષણથી પણ અમદાવાદીઓને થોડી ઘણી રાહત મળશે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વીટ કર્યું છે કે, "અત્યાર સુધીમાં 10 લાખ ટન કચરો દૂર થયો છે અને 8.5 (21 વીઘા) એકર જમીન ખુલ્લી થઈ ગઇ છે. દરરોજ 6000 ટન કચરો દૂર કરવામાં આવી રહ્યો છે. જે આ મહિનાનાં અંતે જ 10 હજાર ટન સુધી પહોંચશે. 15 ઓગસ્ટ 2022નાં રોજ પીરાણા એ એક ઈતિહાસ બની જશે."