Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં બાયોડિઝલના નામે બે નંબરનો માલ વેંચવાનુ મસ મોટુ કૌભાંડ ચાલી રહ્યું છે. રાજ્યમાં બાયોડિઝલના નામે બેઝ ઓઈલ, વાઈટ ઓઈલ, ઈન્ટસ્ટ્રીયલ ઓઈલ,એલડીઓ,એમટીઓ નામના પદાર્થો ખુલ્લે આમ હાટડીઓ ખોલી વેચાઈ રહ્યા છે. રાજ્ય સરકારના અન્ન-નાગરીક પુરવઠા, ગૃહવિભાગ અને મહેસુલ વિભાગના સત્તા તંત્ર હેઠળ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા ગુજરાતમાં બાયોડિઝલનો બે નંબરનો વેપાર ફુલ્યો ફાલ્યો છે.
ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલયની સુચના અને ગુજરાત પેટ્રોલિયમ ડિલર એસોશિએશનની સંખ્યા બંધ રજુઆતો છતાં રાજ્ય સરકાર બાયોડિઝલના બે નંબરના વેપારને બંધ કરાવી શકી નથી. જેના કારણે રાજ્ય સરકારની જીએસટીની પેટ્રોલિયમ સેક્ટરની આવકમાં નોંધ પાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત સામાન્ય લોકોના આરોગ્યને અસર થાય તેવાં પ્રદુષણ ફેલાવતા પદાર્થો ગુજરાતમાં વેચાઈ રહ્યા છે. તે તાત્કાલીક બંધ થવા જોઈએ.
રાજ્યના દક્ષિણ ગુજરાતના સુરત વિસ્તારના દુકાનોમાં પણ બાયોડિઝલના નામે વેપાર ચાલી રહ્યાં છે. એજ રીતે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં અને કચ્છ જિલ્લામાં બેફામ રીતે બે નંબરના પદાર્થોનો વેપાર બાયોડિઝલના નામે થઈ રહ્યો છે.
સરકારી અધિકારીઓ પોતાનો ટારગેટ બતાવવા એક કે બે જગ્યાએ રેડ પાડે છે અને અન્ય લોકો પાસેથી મોટી રકમના હપ્તા લેતાં હોવાનુ સુત્રોએ જણાવ્યું હતું. આમ રાજકારણીઓ અને અધિકારીઓની મીલીભગતથી બે નંબરના બાયોડિઝલનો વેપાર દિવસે ને દિવસે વધી રહ્યો છે.
ભારત સરકારના પેટ્રોલિયમ વિભાગના સચિવે ચાર માસ અગાઉ ગુજરાત સરકારના મુખ્ય સચિવને પત્ર પાઠવી ગેરકાયદેસર બાયોડિજલના વેપારને અટકાવવા તાકિદ કરી હતી. ત્યાર બાદ થોડો સમય જિલ્લા તંત્રોએ કડકાઈ દાખવી જેના લીધે આ વેપાર થોડો સમય બંધ રહ્યો હતો. આ ઉપરાંત ભારત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટને પણ આયાત થતાં આવા પદાર્થો પર નજર રાખવા સુચના આપવામાં આવી છે
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ