LRDની ભરતીમાં GADના 1 ઓગસ્ટ, 2018ના ઠરાવ મામલે અનામત અને બિન અનામત વર્ગ દ્વારા સામસામા આંદોલનને કારણે સરકારની સ્થિતિ કફોડી થઇ ગઇ છે. CM નિવાસસ્થાને શનિવારે બેઠકોનો ધમધમાટ ચાલુ રહ્યા બાદ રવિવારે પણ બેઠકો યોજવામાં આવી હતી. આ મામલે આજે (રવિવારે) CM રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય વચ્ચે બેઠક યોજાઈ છે. જણાવી દઈએ કે, બે દિવસ પહેલા પણ નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ મુખ્યમંત્રી સાથે બે કલાક બેઠક યોજી હતી.