કોરોના મહામારી સામે આખી દુનિયા ઝઝુમી રહી છે. ભારતમાં પણ પ્રતિદિવસ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોના પોઝિટિવ કેસો 20 હજાર ઉપર જઇ ચૂક્યા છે. 130 કરોડ વસ્તી ધરાવતા દેશોમાં સીમિત સંશાધનો સાથે કોરોના સામેની લડાઇમાં ભારત સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. તેવામાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સે પણ પત્ર લખીને PM મોદીની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રી મોદીને લખેલી ચિઠ્ઠીમાં બિલ ગેટ્સે કહ્યું કે કોરોના સામે જંગમાં તમે અને તમારી સરકારે જે રીતે સમય રહેતા યોગ્ય પહેલા ભર્યા છે અમે તેની પ્રશંસા કરીએ છીએ. ભારતે સમય રહેતા આખા દેશમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય હોટસ્પોટને શોધીને કોરોના દર્દીના સંપર્કમાં આવનાર લાખો લોકોને પ્રશાસનની મદદથી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
બિલ ગેટ્સે પોતાના ચિઠ્ઠીમાં વિશેષ રુપથી એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ભારતે પોતાની ડિજિટલ સ્ટ્રેન્થનો આ જંગમાં ભરપુર ઉપયોગ કર્યો છે અને હું તેનાથી ઘણો ખુશ છું. સરકાર તરફથી આરોગ્ય સેતુ મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે જેને અત્યાર સુધીમાં કરોડો લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ એપની મદદથી તમે એ આસાનીથી જાણી શકો છો કે તમે જે વિસ્તારમાં રહી રહ્યા છો તે કોરોનાથી કેટલો સુરક્ષિત છે.
બિલ ગેટ્સે કહ્યું કે બધા ભારતીયો માટે પર્યાપ્ત સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરાવવાની સાથે-સાથે પબ્લિક હેલ્થને તમે એકસાથે બેલેન્સ બનાવીને ચાલી રહ્યા છો. તમારી આ લીડરશિપ જોઈને સારું લાગી રહ્યું છે.