માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સએ લગ્નના 27 વર્ષ બાદ છૂટાછેડા લેવાની જાહેરાત કરી દીધી છે. આ બંનેએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું છે કે હવે તેઓ બંને એક સાથે નહીં રહી શકે. નોંધનીય છે કે, બિલ ગેટ્સ અને મેલિન્ડાના લગ્ન 1994માં થયા હતા. બિલ ગેટ્સની ગણતરી દુનિયાના સૌથી અમીર લોકોમાં થાય છે.
બિલ ગેટ્સએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર છૂટાછેડાને લઈને એક નિવેદનને શૅર કર્યું છે. જેમાં લખ્યું છે કે, લાંબી વાતચીત અને પોતાના સંબંધો પર કામ કર્યા બાદ અમે પોતાના લગ્નનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 27 વર્ષમાં ત્રણ બાળકોનો ઉછેર કર્યો. અમે એક ફાઉન્ડેશન પણ બનાવ્યું જે દુનિયાભરમાં લોકોના સ્વાસ્થ્ય અને સારા જીવન માટે કામ કરે છે.