બિલકિસ બાનોના અપરાધીઓને છોડી મુકવાના ગુજરાત સરકારના નિર્ણયને લઇને સુપ્રીમ કોર્ટે આક્રામક ટિપ્પણી કરી હતી, અને કહ્યું હતું કે આજે બિલકિસ છે, કાલે કોઇ અન્ય પણ હોઇ શકે છે. સાથે જ નિર્ણય લેવામાં આવ્યો તેની ફાઇલો કેમ દેખાડવામાં નથી આવી તેને લઇને પણ ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે જો આ ફાઇલો અમને નહીં દેખાડો તો અમે અવમાનનાનો મામલો પણ ચલાવી શકીએ છીએ. અપરાધીઓને છોડી મુકવા મુદ્દે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે ક્યારેય પણ સત્તાનો ગેરકાયદે ઉપયોગ ન થવો જોઇએ.
૧૧ અપરાધીઓને છોડી મુકવાના ગુજરાત સરકારના નિર્ણયની સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આજે બિલકિસ બાનો છે, કાલો કોઇ બીજુ પણ હોઇ શકે છે. આ એક એવો મામલો છે જેમાં એક ગર્ભવતી મહિલાની સાથે ગેંગરેપ થયો અને તેના સાત પરિવારજનોની હત્યા કરી દેવામાં આવી.