કુદરતી હોનારત બિહાર પર કાળ બનીને તૂટી પડી છે. રાજ્યમાં પહેલા પૂર અને હવે વીજળી પડવાની ઘટના બની છે. રાજ્યમાં છેલ્લા ૩૬ કલાકમાં આકાશી વીજળી પડતા ઓછામાં ઓછા ૩૨ લોકોનાં મોત થયાં હતાં. ચોમાસાની ઋતુમાં વીજળી પડવાને કારણે થયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી ઘટના છે. આ પહેલા ૨૦ જુલાઈએ પણ વીજળી પડી હતી જેમાં ૨૦ લોકોનાં મોત થયાં હતાં. જમુઈ જિલ્લામાં સૌથી વધારે આઠ લોકો વીજળીનો ભોગ બન્યા હતા., ત્યાર બાદ ઓરંગાબાદમાં સાત, બાંકા જિલ્લામા પાંચ તથા ભાગલપુર અને સાસારામમાં બે-બે લોકો વીજળી પડતાં મોતને ભેટયા હતા. મુંગેર, અરવાલ અને કટિહારમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. રાજ્ય સરકારે પીડિત પરિવારજનો માટે ૪-૪ લાખની સહાય જાહેર કરી છે.