બિહાર હજી ભીષણ પૂરસંકટનો સામનો કરી રહ્યું છે. પૂરસંકટ ૪૪૦ લોકોનો ભોગ લી ચૂક્યું છે. રાજ્યમાં ૧.૭૧ કરોડ લોકો પૂરગ્રસ્ત સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. તે અરસામાં આસામ અને પિૃમ બંગાળમાં પૂરનાં પાણી ઓસરતાં પૂરનાં સંકટમાં લોકોને રાહત મળી છે. બિહારમાં ભીષણ પૂર અને વરસાદે સર્જેલી દુર્ઘટનાએ અરારિયામાં સૌથી વધુ ૯૫, સીતામઢી જિલ્લામાં ૪૬, કટિહારમાં ૪૦ લોકોનો ભોગ લીધો છે. રાજ્યમાં ૨૬૨ રાહતછાવણીઓમાં ૧.૬૫ લાખ લોકો આશરો લઈ રહ્યાં છે. એનડીઆરએફની ૨૮ ટીમ ૧૧૮ નૌકા સાથે બચાવ અને રાહતની કામગીરીમાં વ્યસ્ત છે. એસડીઆરએફની ૧૬ ટીમ અને સૈન્યના ૬૩૦ જવાનો બચાવ અને રાહતકામગીરી કરી રહ્યાં છે.