ગુજરાત ATSને એક બહુ જ મોટી સફળતા મળી છે. તેણે છેલ્લા 15 વર્ષથી તે નાસતો ફરતો હતો. છેલ્લા ઘણા સમયથી તે ગુજરાતમાં છુપાયો હોવાની ATSને બાતમી મળી હતી. આથી આ નકસલીને ઝડપી લેવા માટે ઓપરેશન ચાલી રહ્યું હતું. અંતે શુક્રવારે પાકી બાતમીના આધારે વાપીમાં દરોડો પાડીને તેને ઝડપી લેવાયો હતો. ઝડપાયેલો શખ્સ રાજેશ રવિદાસ બિહારના ગયા જિલ્લાના બહોરમા ગામનો વતની છે. બિહારમાં પોલીસ દ્વારા કરાયેલા એન્કાઉન્ટર વખતે તે ફરાર થઈ ગયો હતો. વર્ષ 2016માં પોતાના અન્ય સાથીઓ સાથે મળીને રાજેશે ઔરંગાબાદ અને બિહારના જંગલ વિસ્તારમાં CRPFના જવાનો પર હુમલો કર્યો હતો.જેમાં IED બ્લાસ્ટ તેમજ ઓટોમેટિક હથિયારો વડે હુમલો કરાયો હતો અને આ હુમલામાં CRPFના 10 કમાન્ડો શહીદ થયા હતા.