બિહારમાં વરસાદ દરમિયાન તોફાન અને વીજળી પડવાથી 23 લોકોના મોત થયા છે. પટના, જમુઈ, વૈશાલી સહિત અનેક જિલ્લાઓ તેનાથી પ્રભાવિત થયા છે. અહી તેજ વરસાદ અને સાથે જ કરા પડવાથી ભારે નુકશાન થયું છે. પશ્ચિમ ચંપારણ જિલ્લાના યોગાપટ્ટી અને લૌરિયા અંચલના વિવિધ પંચાયતોમાં આંધી-તોફાનને કારણે ઘર અને ઝૂંપડીઓની દિવાલ નીચે દબાઈને બે મહિલાઓ સહિત કુલ 5 લોકોના મોત થયા છે. જ્યારે લૌરિયાના અંચલમાં એક યુવકની મોત થઈ છે. તથા સેંકડો મકાન અને ઝૂંપડા પડ્યા છે, તો બીજી તરફ પાક અને કેરી અને લીંચીના બગીચાઓને નુકશાન થયું છે. યોગાપટ્ટી અંચલના એક અધિકારી શંભુનાથ રામે જણાવ્યું કે, મરનારાઓમાં મેનેજર ચૌધરી, ચન્દ્રાવતી દેવી (ઉંમર 55 વર્ષ), શંભા દેવી (40 વર્ષ), રીમા કુમારી (14 વર્ષ) અને પરમશીલ કુમારીના મોત થયા છે. પશ્ચિમ ચંપારણમાં બે અંચલોમાં 6, પૂરવી ચંપારણમાં 5, જમુઈમાં 4, મુંગેર અને મધેપુરામાં 2-2, વૈશાલી, સહરસા અને સમસ્તીપુરમાં 1-1 વ્યક્તિની મોત થઈ છે.