Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહારમાં 16 જુન એટલે કે બરાબર એક મહિના પહેલા ગોપાલગંજ જિલ્લામાં 264 કરોડ રુપિયાના ખર્ચે બનેલા પુલનુ સીએમ નિતિશકુમારે ઓનલાઈન ઉદઘાટન કર્યુ ત્યારે તેમને કદાચ કલ્પના પણ નહી હોય કે આ પુલ તેમની સરકારની ફજેતીનુ કારણ બની જશે.

ઉદઘાટનના એક જ મહિનામાં 264 કરોડનો આ પુલનો એક મોટો હિસ્સો તુટી ગયો છે.આમ 264 કરોડ રુપિયા પાણીમાં વહી ગયા છે.પુલનુ બાંધકામ 2012માં શરુ થયુ હતુ.

આ ઘટના પર આરજેડી નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને કહ્યું કે આઠ વર્ષમાં 263.47 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ગોપાલગંજના સત્તર ઘાટ પુલનું 16 જૂનના રોજ નીતીશ કુમાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 29 દિવસમાં જ આ પુલ જમીનદોસ્ત થઈ ગયો છે. ખબરદાર! જો કોઈએ આને નીતીશ જીનો ભ્રષ્ટાચાર ગણાવ્યો છે તો. 263.47 કરોડની તો તેમના ઉંદરો દારૂ પી જાય છે.

આ મામલામાં બિહાર સરકારના સડક નિર્માણ મંત્રીએ પાછુ વિચિત્ર નિવેદન આપતા કહ્યુ છે કે, કુદરતી આફતમાં રસ્તાઓ અને પુલ તુટી જવાની ઘટનાઓ બનતી રહે છે.આખા પુલને નુકસાન થયુ નથી પણ પાણીના વહણના કારણે એક હિસ્સો વહી ગયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ