બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને અત્યારે ખરાખરીનો જંગ દામ્યો છે. ત્યારે બિહારના મુખ્ય સ્થાનિક પક્ષ અને મહાગઠબંધનના ઘટક એવા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) દ્વારા પ્રથમ તબક્કાના મતદાનના ચાર દિવસ પહેલા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. ઘોષણાપત્ર જાહેર કરતા સમયે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યુ કે આ ઘોષણાપત્ર અમારી પ્રતિજ્ઞા છે. આરજેડીએ પોતાના ઘોષણાપત્રમાં બેરોજગાર યુવાનોને 10 લાખ સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે.
ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે તેજસ્વી સરકાર બન્યા બાદ જે પહેલી કેબિનેટ બેઠક મળશે તેમાં જ યુવાનોને 10 લાખે સરકારી નોકરી પવાનું વચમ પુરુ કરવામાં આવશે. આ સાથે જ આરજેડીએ બિહારમાં ડોમિસાઇલ નીતિ લાગુ કરવાનું વચન પણ આપ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેજસ્વી સરકાર બન્યા બાદ બિહારમાં ડોમિસાઇલ નીતિ લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સરકારની નોકરીઓમાં બિહારના સ્થાનિક યુવાનો માટે 85 ટકા અનામત રાખવામાં આવશે.