બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) ઢૂંકડી છે. ભાજપે આજે પોતાનું ઘોષણાપત્ર બહાર પાડ્યું. ભાજપના સંકલ્પ પત્રને નાણામંત્રી નિર્મલા સીતારમણે લોન્ચ કર્યું. આ અવસરે નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય, કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, બિહાર સરકારના કૃષિ મંત્રી પ્રેમકુમાર, બિહાર સરકારના મંત્રી નંદકિશોર યાદવ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સંજય જયસ્વાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધામોહન રાવ, સાંસદ વિવેક ઠાકુર મંચ પર જોવા મળ્યા.
સંકલ્પપત્રમાં શું અપાયા છે વચનો?
- દરેક બિહારવાસીને કોરોનાની વિનામૂલ્યે રસી
- મેડિકલ, એન્જિનિયરીંગ સહિત અન્ય ટેક્નિકલ શિક્ષણ હિન્દી ભાષામાં ઉપલબ્ધ કરાવવું.
- એક વર્ષમાં સમગ્ર પ્રદેશમાં ત્રણ લાખ નવા શિક્ષકોની ભરતી
- નેક્સ્ટ જનરેશન આઈટી હબમાં પાંચ વર્ષમાં પાંચ લાખ રોજગારી
- એક કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું વચન
- એક લાખ લોકોને સ્વાસ્થ્ય વિભાગમાં નોકરી, 2024 સુધીમાં દરભંગા એમ્સ ચાલુ કરાવવી.
- ધાન અને ઘઉં બાદ દાળની ખરીદી પણ MSPના દરે
- 30 લાખ લોકોને 2022 સુધીમાં પાક્કા મકાન આપવાનું વચન.
- 2 વર્ષમાં 15 નવા પ્રોસેસિંગ ઉદ્યોગ લાવવાનું વચન.
- 2 વર્ષમાં મીઠા પાણીમાં ઉછરતી માછલીઓનું ઉત્પાદન વધારવું.
- ખેડૂત ઉત્પાદન સંઘોની વધુ સારી સપ્લાય ચેન બનાવવી, જેનાથી 10 લાખ રોજગારી પેદા થશે.