બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 27 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. હાલમાં ભાજપમાં સામેલ થનાર શૂટર શ્રેયસી સિંહને પણ ટિકિટ મળી છે. પાર્ટીએ તેને જમુઈથી ઉમેદવાર બનાવી છે. શ્રેયસી સિંહ બિહારના દિગ્ગજ નેતા રહેલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજય સિંહની પુત્રી છે.
શ્રેયસી સિંહ રવિવારે ભાજપમાં સામેલ થઈ હતી. ભાજપમાં જોડાયા બાદ તેણે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ સિવાય પાર્ટીએ કહલગાંવથી પવન કુમાર યાદવ, બાંકાથી રામનારાયણ મંડલ, મુંગેરથી પ્રણવ યાદવ, લખીસરાયથી વિજય કુમાર સિન્હા, બાઢથી જ્ઞાનેન્દ્ર સિંહ જ્ઞાનૂ, કારાકાટથી રાજેશ્વર રાજને ટિકિટ આપી છે. ભાજપે તે સીટો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જ્યાં પ્રથમ તબક્કામાં મતદાન થશે.
પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠકો પર મતદાન થશે. તે માટે ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એટલે કે હવે ઉમેદવારી નોંધાવવામાં માત્ર બે દિવસ બાકી છે.