તાજેતરમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દ્વારા બિહારના પરપ્રાંતિય કામદારો વિશે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. તેમની ટિપ્પણીને લઈને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે પટનાની સ્થાનિક કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુના સ્થાનિક નેતા મનીષ કુમાર સિંહે પટનાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આ અરજી દાખલ કરી છે. મનીષ કુમાર સિંહે મજૂર દિવસ પર ગોવામાં ભાષણ દરમિયાન સાવંતની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો. સાવંતે ગોવામાં 90% ગુનાઓ માટે યુપી-બિહારના લોકોને જવાબદાર ઠેરવ્યા હતા.