બિહારમાં સરકાર દ્વારા જાતિગત વસતી ગણતરીના આંકડા જાહેર કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જેમાં એક અરજદારે કોર્ટમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ આના પર આગામી 6 તારીખે સુનાવણી હાથ ધરશે. કોર્ટે કહ્યું કે અમે આ મામલે હાલ કંઈ કહી શકીએ નહીં.
આજે બિહારમાં જાતિગત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યાના એક દિવસ બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે વસ્તીગણતરીના અહેવાલના તારણો રજૂ કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આજે બિહારના તમામ પક્ષોની બેઠકમાં જાતિગત વસ્તી ગણતરીના જાહેર કરાયેલા આંકડા અંગે મંથન કરવામાં આવશે.