બિહાર વિધાનસભા માટે ત્રીજી નવેમ્બરે એટલે કે આજે બીજા તબક્કાની ચૂંટણી યોજાશે. બિહારના 17 જિલ્લાઓમાં પ્રસરેલી 94 બેઠકો માટે આજે બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યના 2.85 કરોડ મતદાતા આરજેડી (RJD) નેતા તેજસ્વી યાદવ સહિત 1463 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. કોરોના કેરમાં તકેદારીની નવી વ્યવસ્થાઓ વચ્ચે પહેલીવાર 11 કલાક સુધી મતદાન યોજાશે. મતદાન સવારે સાત વાગ્યે શરૂ થઇ ગયું છે સાંજના છ સુધી ચાલશે. રવિવારે સાંજે ચૂંટણીપ્રચાર થંભી ગયો તે અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેક-ટુ-બેક ચાર જાહેરસભાને સંબોધન કર્યું હતું અને આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ ડઝન જેટલા સ્થળ પર સભા કરી હતી.