બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું આજે મતદાન છે. રાજ્યના 16 જિલ્લાની 71 બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કામાં 8 મંત્રીઓ સહિત કુલ 1064 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. કોરોનાકાળમાં મતદાન થઈ રહ્યું છે માટે મતદારો માટે ચૂંટણી પંચે જરૂરી નિર્દેશો બહાર પાડ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને બિહારના લોકોને અપીલ કરી કે તેઓ લોકશાહીના આ તહેવારમાં ભાગ લે. આ સાથે કોરોનાથી સાવચેતી જાળવીને તમામ નિયમોનું પાલન કરીને મતદાન કરવાનું કહ્યું.