Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election Results 2020)માં જીતની સાથે નીતીશ કુમાર (Nitish Kumar) ફરી એકવાર ઈતિહાસ રચવાના છે. તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે સાતમી વાર શપથ ગ્રહણ કરશે. બિહારમાં આરજેડીને હટાવીને મુખ્યમંત્રીની ખુરશી પર બેસનારા નીતીશ કુમારે સત્તાની ધૂરા ક્યારેય પોતાના હાથમાંથી ખસકવા નથી દીધી. નીતીશ બહુમતની સાથે ભલે 2005માં મુખ્યમંત્રી બન્યા પરંતુ આ પહેલા 2000માં પણ તેઓ મુખ્યમંત્રી પદની શપથ લઈ ચૂક્યા હતા. જોકે થોડા મસય બાદ બહુમત સાબિત ન કરી શકવાના કારણે તેમની સરકાર પડી ગઈ હતી.
જ્યારે નીતીશે આપ્યું રાજીનામું, ફરીથી લીધા શપથ

વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં થયેલી હાર બાદ નીતીશ કુમારે રાજીનામું આપી દીધું હતું. ત્યારે આ તેમનો નૈતિક નિર્ણય માનવામાં આવ્યો હતો. તેઓ પોતાના જૂના પાર્ટનર બીજેપીથી અલગ થઈ ચૂક્યા હતા અને લોકસભા ચૂંટણીમાં બીજેપીએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. નીતીશે જીતનરામ માંઝીને બિહારના મુખ્યમંત્રી બનાવ્યા. પરંતુ ફરી 22 ફેબ્રુઆરી 2015ના રોજ તેઓએ મુખ્યમંત્રી પદના ચોથી વાર શપથ લીધા.
બાદમાં આરજેડી સાથે છેડો ફાડ્યો
પછી લગભગ બે વર્ષ બાદ જ્યારે નીતીશ કુમારે આરજેડી સાથે છેડો ફાડી દીધો તો બીજેપીની સાથે થઈ ગયા. જૂના સહયોગી ફરી એકવાર સાથે આવી ગયા હતા. પરંતુ મુખ્યમંત્રીની ખુરશી પર નીતીશની પકડ એવી જ રહી. 27 જુલાઈ 2017ના રોજ તેઓએ છઠ્ઠી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા. હવે ફરી એકવાર ચૂંટણીમાં એનડીએની જીત થઇ છે. જેડીયૂ સ્પષ્ટ રીતે બીજેપીની સામે જૂનિયર પાર્ટનર બની ચૂકી છે. પરંતુ બીજેપીનો વાયદો કાયમ છે. નીતીશ કુમાર સાતમી વાર મુખ્યમંત્રી પદના શપથ લેતા જોવા મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ