બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપની આ યાદીમાં 46 નામનો સમાવેશ થયો છે. આ વખતે બિહારમાં ભાજપ 121 સીટો ઉપરથી ચૂંટણી લડશે. પહેલા અને બીજા તબક્કાના મળીને અત્યાર સુધી ભાજપે (BJP) પોતાના 75 ઉમેદવારોના નામા જાહેર કર્યા છે.
બીજી યાદીના વાત કરીએ તો ભાજપે પોતાના ત્રણ ધારાસભ્યોને ટિકિટ આપી નથી. ભાજપે પોતાના પ્રદેશ પ્રવક્તા નિખિલ આનંદને મનેરથી ટિકિટ આપી છે.
ભાજપે બેતિયાથી રેણુ દેવી, સીતામઢીથી ડો. મિથિલેશ કુમાર, પટણા સાહિબથી નંદકિશોર યાદવ અને ગોપાલગંજથી સુભાષ સિંહ ઉપર દાવ અજમાવ્યો છે. આ ઉપરાંત ભાજપે આ વખતે ત્રણ ધારાસભ્યોના પત્તા કાપ્યા છે. આ યાદીમાં ચનપટિયાથી પ્રકાશ રાય, સિવાનથી વ્યાસ દેવ પ્રસાદ અને આમનોરથી સત્રુગ્ઘ્ન તિવારી ઉર્ફે ચોકર બાબાનો સમાવેશ થાય છે.