બિહાર વિધાનસભાની ચૂંટણીનું મંગળવારે પરિણામ જાહેર થવાનું છે ત્યારે સમગ્ર દેશમાં જિજ્ઞાસાનો માહોલ છે. તમામ પક્ષો દ્વારા પોતાના વિજયના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં એક તરફ એનડીએને વિજયની આશા છે ત્યાં યુવા તેજસ્વીના નેતૃત્વમાં મહાગઠબંધનને પોતાની સરકાર રચાય તેવી કામના છે. આ તમામ સ્થિતિઓ વચ્ચે ૨૪૩ બેઠકો ઉપર ઉમેદવારી કરનારા ૩,૭૫૫ લોકોનું ભાવિ મંગળવારે નક્કી થશે. બહુમત માટે ૧૨૨ બેઠકો જોઈએ છે અને ત્યાં સુધી કયો પક્ષ કે કયું ગઠબંધન પહોંચે છે તે મંગળવારે સ્પષ્ટ થશે. ચૂંટણી પંચ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે સવારે ૮ કલાકે મતગણતરી શરૂ થશે અને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં બહુમતીના રૂઝાન આવી જાય તેવી શક્યતાઓ છે. વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થવામાં મોડી રાત થવાની પણ શક્યતાઓને નકારી શકાય તેમ નથી.