બિહાર વિધાનસભાની ચૂંટણી માટે BJP અને JDU વચ્ચે બેઠકોની વહેંચણી માટે ખેંચતાણ ચાલી રહી છે.એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, બંને પક્ષો 50-50 ટકા બેઠકો પર ચૂંટણી લડી શકે છે.
2019ની લોકસભા ચૂંટણીમાં પણ બંને પાર્ટીઓ 17-17 બેઠકો પર લડી હતી.આ જ ફોર્મ્યુલા વિધાનસભા ચૂંટણી માટે પણ લાગુ થાય તેવી સશક્યતા છે. જોકે NDAમાં સહયોગી એવી લોક જનશક્તિ પાર્ટીએ આ વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે ઝુકાવવાનુ નક્કી કર્યુ છે. LJP 143 ઉમેદવારોને જંગમાં ઉતારશે. આ જાહેરાતે BJP અને JDUનુ ટેન્શન થોડુ વધારી દીધુ છે.
JDUનુ કહેવુ છે કે, બેઠકોની વહેંચણીને લઈને કોઈ પરેશાની નથી, સમય આવે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. NDAએ 2019ની લોકસભા ચૂંટણી કરતા પણ વધારે સારો દેખાવ વિધાનસભાની આ ચૂંટણીમાં કરશે. ભાજપ ઈચ્છે છે કે, જે રીતે લોકસભા ચૂંટણી વખતે BJPએ JDUના માત્ર બે સાંસદ હોવા છતા લોકસભાની બેઠકોની સરખા ભાગે વહેંચણી કરી તે જ રીતે નિતિશ કુમાર આ વખતે વિધાનસભામાં સરખા ભાગે બેઠકો પર લડવાની તૈયારી બતાવે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી એવુ થતુ આવ્યુ છે કે, વિધાનસભા ચૂંટણીમાં BJP અને JDUના ગઠબંધનમાં વધારે બેઠકો JDUના ફાળે ગઈ હોય. 2010માં JDU 141 અને BJP 102 બેઠકો પર ચૂંટણી લડી હતી.