બિહારના કૃષિ મંત્રી સુધાકર સિંહે નીતીશ કુમાર કેબિનેટમાંથી પોતાનું રાજીનામુ આપી દીધું છે. સુધાકર સિંહે સરકારને પોતાનું રાજીનામુ આપી દીધું છે. છેલ્લા કેટલાક દિવસથી બિહારની રાજનીતિમાં પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારા સુધાકર સિંહે પોતાનું રાજીનામું બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને સોંપી દીધું છે. કૃષિ મંત્રી સુધાકર સિંહ બિહાર રાજદના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહના પુત્ર છે. તે નીતિશ કુમારના નેતૃત્વમાં બનેલી સરકારમાં કૃષિ મંત્રી હતા. સુધાકર સિંહના મંત્રી પદેથી રાજીનામું આપવાની પુષ્ટિ તેમના પિતા અને રાજદ પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે કરી છે.