બિહારના કિશનગંજ જિલ્લામાં ધોરણ 7 ની અર્ધવાર્ષિક પરીક્ષાના પેપર પર વિવાદ ઉભો થઈ ગયો છે. બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં કાશ્મીરને અલગ દેશ ગણીને પ્રશ્ન પૂછવામાં આવ્યો. ભાજપ સીએમ નીતીશ કુમાર પર રોષે ભરાઈ છે. ભાજપ પ્રદેશાધ્યક્ષ સંજય જયસ્વાલે આરોપ લગાવ્યો કે આ બધુ સીમાંચલમાં જ કેમ થઈ રહ્યુ છે. બિહાર સરકાર કાશ્મીરને ભારતનુ અભિન્ન અંગ માનતા નથી.
પ્રશ્ન પત્રમાં સવાલ પૂછવામાં આવ્યો કે આ દેશોના લોકોને શુ કહેવામાં આવે છે, જેમાં ચીન, નેપાળ, ઈંગ્લેન્ડ અને ભારતની સાથે કાશ્મીરનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. એટલે કે પેપરમાં કાશ્મીરને ભારતથી અલગ એક અન્ય દેશ તરીકે દર્શાવાયુ છે.