બિહારના બેગુસરાઈ ખાતે મોટરસાઈકલ પર સવાર 2 બદમાશોએ શહેરના 30 કિમી વિસ્તારમાં આડેધડ ફાયરિંગ કરીને 11 લોકોને ભોગ બનાવ્યા હતા જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બાકીના ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
બિહાર પોલીસના કહેવા પ્રમાણે બદમાશો આ પ્રકારની ગતિવિધિ દ્વારા દહેશત ફેલાવવા ઈચ્છતા હતા પરંતુ સ્થાનિક પોલીસની પણ ચૂક કહેવાય માટે 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેગુસરાઈના SP યોગેન્દ્ર કુમારે આ ગુનામાં સામેલ બંને બાઈકસવારોની તસવીર જાહેર કરીને લોકોને તે અંગે કોઈ માહિતી હોય તો જણાવવા માટે અપીલ કરી છે.