છેલ્લા દસ વર્ષમાં ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં ઝડપી વિકાસ જોવા મળ્યો હતો અને હવે આ સેક્ટરમાં છટણીથી ચિંતા વધી ગઇ છે. ટ્વિટર પછી સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં પણ મોટા પાયે છટણીના સમાચાર છે. એક રિપોર્ટ અનુસાર માર્ક ઝુકરબર્ગની કંપની મેટામાં ચાલુ સપ્તાહમાં મોટી છટણી કરવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર મેટામાં આગામી બુધવારે એટલે કે ૯ નવેમ્બરે મોટા પાયે છટણી થવાની વાત કરવામાં આવી હતી. હવે ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ 11,000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.