માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર મોટો સાયબર હુમલો થયો છે, જેના કારણે વિશ્વભરમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કેટલાક કલાકોથી ડાઉન છે. એક્સના માલિક અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે સાયબર હુમલા અંગે માહિતી આપી હતી.
તેમણે એક પોસ્ટમાં કહ્યું, "X પર જોરદાર સાયબર એટેક થયો હતો, તે હજુ પણ થઈ રહ્યો છે." તેમણે વધુમાં કહ્યું કે અમારી ઉપર દરરોજ હુમલા થાય છે, પરંતુ તાજેતરનો સાયબર હુમલો ઘણા સંસાધનોની મદદથી કરવામાં આવ્યો છે. આ હુમલામાં મોટા, સંકલિત જૂથ અથવા એક દેશનો સમાવેશ થાય છે. અમે ટ્રેસ કરી રહ્યા છીએ.