6 સપ્તાહની રાહ જોયા બાદ આખરે રિયાલિટી શો બિગ બોસ OTT 3 ને તેનો વિજેતા મળી ગયો છે. ટીવી અભિનેત્રી સના મકબૂલે આ શોની ટ્રોફી જીતી છે. રેપર નેઝી ફર્સ્ટ અને રણવીર શૌરી સેકન્ડ રનર અપ રહ્યા હતા. સનાને 25 લાખની ઈનામી રકમ મળી છે. ટ્રોફી જીત્યા બાદ તે ભાવુક થઈ ગઈ અને તેની માતાને ભેટી પડી હતી. કૃતિકા મલિક અને સાઈ કેતન રાવ પહેલાથી જ ટોપ 3માંથી બહાર થઈ ગયા હતા.