રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક અશોક ગેહલોત જૂથના ધારાસભ્યોના બળવા બાદ રદ્દ કરવામાં આવી છે. ગેહલોત જૂથના ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ ડૉ.સી.પી. જોશીને(CP Joshi) તેમના રાજીનામા સુપરત કરશે તેવી જાહેરાત કરી છે. ગેહલોત છાવણીના મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે તમામ ધારાસભ્યો નારાજ છે અને રાજીનામું આપવા જઇ રહ્યા છે. અમે આ માટે સ્પીકર પાસે જઈ રહ્યા છીએ. ધારાસભ્યો નારાજ છે કે સીએમ અશોક ગેહલોત તેમની સાથે ચર્ચા કર્યા વિના નિર્ણય કેવી રીતે લઈ શકે? મંત્રી પ્રતાપ સિંહ ખાચરીયાવાસે કહ્યું કે 100 થી વધુ ધારાસભ્યો એક તરફ છે અને 10-15 ધારાસભ્યો એક તરફ છે. 10-15 ધારાસભ્યોનો અવાજ સાંભળવામાં આવશે અને બાકીના નહીં. પાર્ટી અમારી વાત સાંભળતી નથી, નિર્ણય આપોઆપ લેવામાં આવે છે.