Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં રૂ.2000ની ચલણી નોટ 19, મે 2023ના ચલણમાંથી પાછી ખેંચવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ  જાહેર કર્યા બાદથી અત્યાર સુધીમાં 98.12 ટકા રૂપિયા બે હજારની ચલણની નોટ પરત આવી હોવાનું જ્યારે હજુ રૂ.6691 કરોડની નોટ લોકો પાસે ચલણમાં હોવાનું આરબીઆઈએ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, આરબીઆઈ દ્વારા અગાઉ 19, મે 2023થી રૂ.2000ની ચલણી નોટોને ચલણમાંથી પાછી ખેંચવા જાહેર કર્યું હતું આ રૂ.2000ની નોટો 7, ઓકટોબર 2023 સુધી તમામ બેંકોની શાખાઓમાં જમા કરાવવા અથવા બદલી લેવા માટેનું સવલત આપવામાં આવી હતી. આ ઉપરાંત 9, ઓકટોબર 2023 પબ્લિકને રૂ.2000ની ચલણી નોટો આરબીઆઈ દ્વારા જારી ઓફિસોમાં તેમના બેંક ખાતાઓમાં જમા કરવા માટેની પણ સવલત આપવામાં આવી હતી. જ્યારે દેશમાં કોઈપણ પોસ્ટ ઓફિસથી ઈન્ડિયા પોસ્ટ થકી રૂ.2000ની ચલણી નોટ મોકલનારાને તેમના બેંક ખાતાઓમાં જમા કરવા આરબીઆઈ દ્વારા  ઓફિસોને મોકલવાની પણ સવલત અપાઈ હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ