વહેલી સવારે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓના જણાવ્યાનુસાર ઈન્દોરથી જબલપુર તરફ જતી સુપરફાસ્ટ ઓવરનાઇટ એક્સપ્રેસના બે ડબા વહેલી સવારે પાટા પરથી ખડી પડ્યા હતા. જેના પગલે ટ્રેન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. જોકે સદભાગ્યે તમામ યાત્રીઓ સુરક્ષિત હોવાનો દાવો કરાયો છે.