ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં શુક્રવારે સાંજે લગભગ 6 વાગ્યે એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. આ અકસ્માતમાં લગભગ 22 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 2ની હાલત ગંભીર હોવાની જાણકારી હતી. દર્દીઓની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.