પાકિસ્તાન અને યુએઈમાં સંયુક્ત રીતે હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ફાઈનલ મેચ પહેલા જ પાકિસ્તાનમાં એક મોટો આતંકી હુમલો થયાની માહિતી સામે આવી છે. અહીં ખૈબર પખ્તૂનખ્વાંમાં બન્નૂ આર્મી કેન્ટોનમેન્ટના બાહ્ય વિસ્તારમાં બે ભીષણ બોમ્બ વિસ્ફોટ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લેતા આતંકીઓ સાથે ભારે અથડામણની સ્થિતિ સર્જાઈ હતી. આ હુમલો પૂર્વાયોજિત હોવાનું અનુમાન છે.