છત્તીસગઢના ગરિયાબંદમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોની ગરિયાબંધમાં નક્સલીઓ સાથે અથડામણ થઇ હતી. આ અથડામણમાં 14 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. સોમવારથી ચાલી રહેલી અથડામણમાં સુરક્ષાદળોએ 14 નક્સલીઓને ઠાર માર્યા છે. આ અથડામણમાં 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો એક નક્સલી પણ માર્યો ગયો છે.