પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુકેશ ચંદ્રાકર હત્યા કેસમાં ફરાર મુખ્ય આરોપી સુરેશ ચંદ્રાકરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને SIT દ્વારા હૈદરાબાદથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. ઘટના બાદથી આરોપી ફરાર હતો. બસ્તર પોલીસે મુખ્ય આરોપીની ધરપકડની માહિતી આપી હતી. પત્રકાર મુકેશ ચંદ્રાકર ની હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને બીજાપુર લઈ ગઈ છે. અહીં પોલીસ સુરેશ ચંદ્રાકરની પૂછપરછ કરશે.