રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દિલ્હી પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. રાજસ્થાનના મંત્રીમંડળને લઈને કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ ચર્ચા થશે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી સહિત બે નાયબ મુખ્યમંત્રી શપથ લઈ ચૂક્યા છે. વિધાનસભાની સંખ્યાને ધ્યાને રાખતા કુલ 30 મંત્રી રાજસ્થાનમાં બનાવવામાં આવી શકે છે. તેવામાં હવે 27 મંત્રી શપથ લઈ શકે છે. કેટલાક મંત્રી પદ સરકારમાં ખાલી પણ રખાશે. સૂત્રોના અનુસાર, રાજસ્થાનમાં જે ધારાસભ્ય મંત્રી બની શકે છે તેવા 26 નામની સંભવિત યાદી સામે આવી છે.