AAP મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત આપતાં દિલ્હી હાઈકોર્ટે તેમને બેનામી સંપત્તિના તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માએ કેસની સુનાવણી કરતા સત્યેન્દ્ર જૈન સામે બેનામી એક્ટ હેઠળ તમામ કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ગયા મહિને દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, સુધારેલા બેનામી એક્ટ હેઠળ સત્તાવાળાઓ દ્વારા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કોઈ કાર્યવાહી, બળજબરી કરવામાં આવશે નહીં. બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રોહિબિશન) એમેન્ડમેન્ટ એક્ટ, 2016 હેઠળ સત્યેન્દ્ર જૈન અને અન્યો સામે કાર્યવાહી શરૂ કરવા સામેની અરજીઓની સુનાવણી કરતી વખતે કોર્ટે આ આદેશ આપ્યો હતો.