Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખાનગી હોસ્પિટલ, કોવિડ સેન્ટર, ડિસ્પેન્સરી, નર્સિંગ હોમ સહિતના તમામ મેડિકલ સેન્ટર હવે 2 લાખથી વધારે રૂપિયાનું કેશ પેમેન્ટ સ્વીકારી શકશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) દ્વારા આ છૂટ આપવામાં આવી છે. આ છૂટ 31મી મે સુધી લાગુ રહેશે. જો કે, કેશ પેમેન્ટની મર્યાદા નક્કી નથી કરવામાં આવી. 
હકીકતે ઈન્કમ ટેક્સ કાયદાની કલમ-269ST દેશમાં કોઈ પણ વ્યક્તિની 2 લાખ રૂપિયાથી વધારેની રોકડ લેવડ-દેવડને રોકે છે. 2017માં સરકારે બ્લેક મનીના ઉપયોગને રોકવા માટે આ નિયમ બનાવ્યો હતો. આ નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિએ 2 લાખ કરતા વધારે રૂપિયાની લેવડ-દેવડ કરવી છે તો તે ફક્ત ચેક, ડ્રાફ્ટ, નેટ બેન્કિંગ કે ડિજિટલ પદ્ધતિથી જ થઈ શકશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ