કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલાને સુપ્રીમ કોર્ટમાંથી આજે રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમની ધરપકડ પર રોક લગાવી દીધી છે. ડિવિઝનલ કમિશનરની કોર્ટ અને ઓફિસ પરિસરમાં હિંસક વિરોધ પ્રદર્શનના 23 વર્ષ જૂના કેસમાં કોંગ્રેસના મહાસચિવ વિરુદ્ધ બિન જામીન વોરંટ જારી કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટને રદ્દ કરવા અને સુરજેવાલાને વારાણસી કોર્ટમાં હાજર થવા માટે 4 અઠવાડિયાનો સમય પણ આપ્યો છે. 7 નવેમ્બરના રોજ વારાણસીની એક ટ્રાયલ કોર્ટે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને તેમને શારીરિક રીતે કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતું.