મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે ઈડીની અરજી પર દખલગીરી કરવાથી ઈનકાર કરી દીધો છે અને તેમને હાઈકોર્ટ તરફથી મળેલી રાહતને યથાવત રાખી છે. ઈડીએ બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે ઈડીને દેશમુખની જામીન અરજી વિરૂદ્ધ 13 ઓક્ટોબર અથવા ત્યારબાદ સુપ્રીમ કોર્ટ જવાની પરવાનગી આપી હતી. અનિલ દેશમુખ હાલમાં આર્થર રોડ જેલમાં જ ન્યાયિક કસ્ટડીમાં રહેશે. ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈ પણ તેમની વિરૂદ્ધ તપાસ કરી રહી છે