બોલિવૂડ એક્ટર સોનુ સૂદને 'ફેક કોઈન એપ' કેસમાં લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સોમવારે સુનાવણી બાદ કોર્ટે સોનુ સુદને નિર્દોષ જાહેર કર્યા હતા. અભિનેતા સોનુ સુદ સોમવારે વીડિયો કોલ દ્વારા સુનાવણી માટે લુધિયાણા કોર્ટમાં હાજર થયા હતા.
સોનુ સૂદ વિરુદ્ધ વોરંટ : આ પહેલા 29 જાન્યુઆરીએ લુધિયાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટક્લાસ રમનપ્રીત કૌરની કોર્ટે સોનુ સૂદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. કોર્ટે મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત ઓશિવારા પોલીસ સ્ટેશનના SHOને અભિનેતા સોનુ સૂદની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો હતો.