રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મોડી રાતે સરકારે બેઠકોનો દોર અને સવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ આ મામલે એક નવા અપડેટ સામે આવ્યા છે. આ મામલે પોલીસ એફઆઈઆર દાખલ છે જેમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.
કઈ-કઈ કલમો લગાવાઈ?
માહિતી અનુસાર પોલીસ મથકે એફઆઈઆરમાં ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ, પ્રકાશ સોલંકી સહિત કુલ 6 લોકો સામે એફઆઈઆર નોંધાવામાં આવી છે. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તે પણ આ મામલે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.