રાજકોટ અગ્રનિકાંડમાં બનાસકાંઠા એલસીબીની અને રાજકોટ પોલીસની ટીમ દ્વારા વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. અગાઉ ત્રણ આરોપીઓને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે ચોથા આરોપીની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરવામાં આવી છે.
ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુરોડથી અટકાયત
રાજકોટમાં શનિવાર (25મી મે)એ નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. જેમા 32 જેટલાં લોકોના મોત થયા છે. આ ઘટનામાં અગાઉ કોર્ટે અટકાયત કરેલા ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે હવે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોથા આરોપીને બનાસકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસે ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરી છે.