પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સંપૂર્ણ સ્વસ્થ થયા છે. 60 દિવસથી વધુ કોવિડની સારવાર બાદ ભરતસિંહ સોલંકી સ્વસ્થ હાલતમાં છે. રાજયસભાની ચૂંટણી બાદ કોરોના પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં ભરતસિંહ સોલંકી સારવાર લઈ રહ્યા હતા. કોરોના સાથે ફેફસાની બીમારી અને કિડનીમાં ઇન્ફેક્શનના કારણે લાંબો સમય હોસ્પિટલમાં રહ્યા.
નોંધનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ ચપેટમાં આવી ગયા હતા. જેમાંથી મોટાભાગના સ્વસ્થ પણ થઈ ગયા છે. ભાજપના સાંસદો રમેશ ધડૂક અને કિરીટ સોલંકી પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.