રાજ્યમાં મગફળીને લઇને ખેડૂતોની સ્થિતિને જોતા હાલ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારની મદદથી રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા છે. 4890 પ્રતિ ક્વીન્ટન ભાવ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2018-19ના વર્ષ માટે ટેકાના ભાવ જાહેર કરાયા છે. પ્રતિ ક્વીન્ટલ 115 રૂપિયાનો વધારો કરાયો છે.
રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી. મગફળીના ટેકાના ભાવે મણે 23 રૂપિયા વધાર્યા છે. પ્રતિ ક્વિન્ટલ 110 રૂપિયા ભાવ રાજ્ય સરકારનું બોનસ રહેશે. રાજ્ય સરકારના બોનસ સાથે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર રૂપિયાથી ખરીદી કરાશે. અગાઉ મણના 978 હતા જે હવે વધીને 1001 રૂપિયા થયા છે.