દેશનાં લોકપ્રિય નેતા સુષમા સ્વરાજ બુધવારે પંચતત્ત્વમાં વિલીન થયાં હતાં. હજારો લોકોએ રડતી આંખોએ પોતાના પ્રિય નેતાને અંતિમ વિદાય આપી હતી. દિલ્હી સ્થિતિ લોધી રોડ પરના સ્મશાનમાં તમામ મોટી હસ્તીઓની હાજરીમાં રાજકીય સન્માન સાથે સુષમા સ્વરાજના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. સંતાનમાં એકમાત્ર પુત્રી બાંસુરીએ અંતિમ વિધિ કરી હતી. આ દરિમયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતની હસ્તીઓ હાજર રહી હતી. ઉલ્લેખનીય છે કે, સુષમા સ્વરાજને મંગળવારે રાત્રે હાર્ટએટેક આવતાં દિલ્હીની એઇમ્સમાં દાખલ કરાયાં હતાં જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.