ખાલિસ્તાનની આંતકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ દરમિયાન હાલમાં જ NIA દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 19 ખાલિસ્તાની આંતકવાદીની યાદી જાહેર કરી ઉપરાંત ખાલિસ્તાનની આંતકવાદી પન્નુની પંજાબ અને ચંડીગઢ સ્થિત મિલકતો જપ્ત કરવામાં આવી હતી. હવે સરકાર વધુ એક કડક એક્શન લેવાના મુડમાં જોવા મળી રહી છે.