બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાનને લઈને ફરી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શાહરુખ ખાનનો મુંબઈ સ્થિત બંગ્લો વિશ્વ પ્રસિદ્ધ છે. તેના બંગ્લા બહાર રોજ ફેન્સની ભીડ જોવા મળે છે અને જ્યારે શાહરુખ ખાન ફેન્સનું અભિવાદન ઝીલવા આવે છે ત્યારે મુંબઈના દરિયા સામે રસ્તા પર ફેન્સનો વિશાળ દરિયો જોવા મળે છે. પણ શાહરુખ ખાનના આ ફેન્સ કેટલીકવાર હદ પાર કરી દેતા હોય છે. બુધવારની રાત્રે 2 ફેન્સ શાહરુખ ખાનના બંગ્લામાં ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા.